Friday, May 8, 2009

shayarana andaz

ચાંદ છો તો ચાંદની ની રાત પણ કરતાં રહો,ફૂલ છો તો ખુશ્બુની સોગાત પણ કરતાં રહો,દાન કરતાં હોય છે એને ખુદા દે છે વધુ,ખૂબસૂરતી ની જરા ખેરાત પણ કરતાં રહો.
-બેફામ
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો,દિલ માં કોઇ ની યાદનો રાજ્યાભિષેક છે.
-શૂન્ય પાલનપુરી
આંસુઓનું આંખ માં ઝુલી જવું,કેટલું વસમું તને ભૂલી જવું.
-શેખાદમ આબુવાલા
ભલે એ ના થયાં મારાં, ભલા સ્નેહ શું કમ છે?ઘડીભર સાથે બેસી વાત બે પ્યારી કરી લીધી.
-ઘાયલ
માશૂકો ના ગાલની લાલી મહીં લાલી, અનેજયાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં નિશાની આપની.
-કલાપી

Sunday, March 29, 2009

જિંદગી જીવાઈ ગઈ...

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ...

ભાઇબીજ

ભાઇ બહેન ના પ્રેમ ના પ્રતીક તરીકે ભારતીય
સંસ્ક્રુતિમાં આ દિવસનું પણ અનેરૂ મહત્તવ છે.અને સાથે સમગ્ર સ્ત્રી જાતિ તરફ
દ્દ્રષ્ટિ બદલવાનો આ તહેવાર સંકેત આપે છે.અને આજે સાંપ્રત પરિસ્થિતિમાં તો આ
તહેવારનું આગવું મહત્વ સ્થપાવું જોઇએ એવું નથી લાગતું? આ દિવસે ભાઇ બહેન ને ઘેર
જમવા જાય છે .બહેન સ્નેહથી ભાઇને ભાવતા ભોજન જમાડે છે અને ભાઇ પ્રેમ ના પ્રતીક
રૂપે બહેન ને ભેટ આપે છે.આમ સામાન્ય દિવસોમાં સમય ન મેળવી શકતા ભાઇ ને આ દિવસે
એક તક આ તહેવાર આપે છે અને ભાઇ બહેન ના સંબંધોમાં એક નિકટતા આ તહેવાર લાવે છે.
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

ચાંદ

દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
જ.
***

આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.
જ.
***

અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ?
જ.
***

વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર,
વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?
જ.
***

તમે સમણામાં આવ્યાં'તાં ને કીધી'તી એક વાત,
ભેગાં જીવશું, ભેગાં મરશું એ શાંને ભૂલ્યાં પરભાત?
જ.
***

વિશ્વાસે હંકાર્યું હતું અમે તો મધ દરિયે વહાણ,
હલેસાં સંતાડી બેઠાં તમે, નહોતી અમને જાણ.
જ.
***

દીકરાને ભણાવ્યા કોલેજે મોકલી,
હવે ભણીએ છીએ અમે એની પાસેથી;
કોમ્પ્યુટરની કરામતો,
પૂછી પૂછી ભૂલી ભૂલી ફરી ફરી.
જ.
***

અમે નીકળ્યા'તા જીતવા જગને,
હાર્યા ખુદ સ્નેહીઓ, સ્વજનોથી.
જ.
***

મુસલમાનો કો ભી બુતપરસ્તી માફ હોતી હૈ,
જબ મહેબુબા કી હસીં મુરત સામને હોતી હૈ.
જ.
***
ચલો એકબાર ફીર સે મુહોબત કર કે દેખે,
કિસી હસીં મહેબુબા કે દર પે મર કે દેખે.
જ.
***
કેવો કોપ્યો આ કાળ જે કોળિયો કરી ગયો,
આતંકવાદી જે હતા તેમનેય ભરખી ગયો.
જ.
***
વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!
જ.
***
સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?
જ.
***
ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ,
ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?
જ.
***
અમે આવ્યા'તા આશ લઈને, રહેશું રે સંગાથ,
તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ.
જ.
***
વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત,
સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત?
***

વાયરા આવે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી, લાગે ન મન પરદેશ.
જ.
***
સાજણ સમણાં નેણમાં, હૈયે ભર્યો વિજોગ,
ક્યારે રે આવશે સાજણ મળવાનો સંજોગ.
***

હું શું કરું ?

ને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું