વરસદ માં કાગલ ની નાવડી બનાવવાની મઝા કંઈક અલગ હતી
ચોમાસા મા નદીને કુવા મા નાહવાની મઝા કંઈક અલગ હતી
નટ્ટા ના જીવસટ્ટા ખેલ જોવાની મઝા કંઈક અલગ હતી
વ્યાસમંડળી ના ડાગલા ને જોઈ
હસવાની મઝા કંઈક અલગ હતી
અગાશી
પર ઝુપડી બનાવીને વાંચવાની
મઝા કંઈક અલગ હતી
એકજ
ખિતિયે ઘણો સામાન ટીંગાડવાની
મઝા કંઈક અલગ હતી
બીજા
ના ઘરે ટીવી માં સિરિયલ જોવાની
મઝા કંઈક અલગ હતી
ક્યારેક
વિડીયો લાવી ફિલ્મ જોવાની મઝા કંઈક અલગ હતી
દાદીએ
કહેલ વાર્તા સાંભળવાની
મઝા કંઈક અલગ હતી
દાદાને
ખંભે બેસીને નિશાળે જવાની મઝા કંઈક અલગ હતી
લાઈન મા બેસાડી પંગતમા પીરસવાની મઝા કંઈક અલગ હતી
હોળી ની રાતે નારીયેલ રમવાની મઝા કંઈક અલગ હતી
ધુળેટી માં મિત્રોને કલરથી રંગવાની મઝા કંઈક અલગ હતી
રાંધણ છઠ ના દિવસે ખાંડ ધોવાની મઝા કંઈક અલગ હતી
જન્માષ્ટમીમા રાસ રમી મટકી ફોડવાની મઝા કંઈક અલગ હતી
નવરાત્રીના નવ દિવસ માંના ગરબા ગાવાની મઝા કંઈક અલગ હતી
દશમના દિવસે જલેબી ને સાટા ખાવાની મઝા કંઈક અલગ હતી
“ચાંદ” દિવાળી ની રાતે ફટાકડા ફોડવાની મઝા કંઈક અલગ હતી
નવા વર્ષે દુકાનદાર પાસે કેલેન્ડર માંગવાની મઝા કંઈક અલગ હતી
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો