મારુ જીવન કોરા કાગળ, કોરા હી રહી ગયા,
જે લખ્યું હતું તે,
આંસુડાં સાથે વહી ગયા.
મારુ જીવન કોરા કાગળ,
કોરા હી રહી ગયા,
ઉમ્મીદો ના દીવા બરફ બનીને ઓગળી ગયા,
મૌનના ઘૂંઘટ નીચે
બધા શબ્દો છુપાઈ ગયા.
યાદોના પડઘાં હૃદયમાં,
ઘંટ વાગતા રહ્યા,
તારી સાથે ના સપના
જાણે,
અધૂરા હી રહી ગયા
મારુ જીવન કોરા કાગળ,
કોરા હી રહી ગયા,
જે લખ્યું હતું તે,
આંસુડાં સાથે વહી ગયા.
જિંદગીની રંગોળીના, રંગ બધા મલિન થઈ ગયા,
એકલતા માં તારા
પગરવના,
ભણકારા આવતા રહી ગયા.
સાંજની એકાંત બાજુ,
ઊભી રાત આવી ગઈ,
પાંખોથી ઉડી જવાની
આશા,પણ દિલ માંજ રહી ગયા.
મારુ જીવન કોરા કાગળ,
કોરા હી રહી ગયા,
જે લખ્યું હતું તે,
આંસુડાં સાથે વહી ગયા.
વેદના ના શબ્દો ની વાત, જાણે હોઠે રહી ગયા,
શબ્દોને સરવાણી જાણે,
છલકાવતી લાગણીઓ રહી ગયા,
ખામોશી વચ્ચે ગીતો
માં પણ,
અડધા સરગમ રહી ગયા,
શબ્દોની પાંખો વગર,
એ પત્રો મારા બંધ રહી ગયા,
મારુ જીવન કોરા કાગળ,
કોરા હી રહી ગયા,
જે લખ્યું હતું તે,
આંસુડાં સાથે વહી ગયા.




