આવશે યાદ તારી ને, લખાય જશે ગઝલ,
ઇશ્કના મહેકેલા પલમાં, રચાય જશે ગઝલ.
લડીશ હર હમેંશ તારા માટે, દુનિયા સાથે,,
વખતે હશે તારો સાથ તો, રચાય જાશે ગઝલ,.
આવશે યાદ તારી ને, લખાય જશે ગઝલ,
ઇશ્કના મહેકેલા પલમાં, રચાય જશે ગઝલ.
યુવાનીના આ જોશમાં હથિયાર ને કલમ બનાવી,
ઝખ્મી દિલના દરેક શબ્દે, ફરી લખાય જાશે ગઝલ.
આવશે યાદ તારી ને, લખાય જશે ગઝલ,
ઇશ્કના મહેકેલા પલમાં, રચાય જશે ગઝલ.
તારા યાદો ના સ્પર્શનો પ્રકાશ આવશે જ્યાં સુધી,
મારાં દિલના અંધકારમાં,પણ પથરાઈ જાશે ગઝલ.
આવશે યાદ તારી ને, લખાય જશે ગઝલ,
ઇશ્કના મહેકેલા પલમાં, રચાય જશે ગઝલ.
વિરહના આ દર્દમાં પણ રહેશે યાદો ની ફોરમ,
જો તું હસે મારી તરફ, ત્યારે મહેકાઈ જશે ગઝલ
આવશે યાદ તારી ને, લખાય જશે ગઝલ,
ઇશ્કના મહેકેલા પલમાં, રચાય જશે ગઝલ.
હમેશા રહીશ તું તારા ” ચાંદ”ના ખ્વાબમાં,
ત્યાં પણ નામ લેશે તારું, તો લખાય જશે ગઝલ,
આવશે યાદ તારી ને, લખાય જશે ગઝલ,
ઇશ્કના મહેકેલા પલમાં, રચાય જશે ગઝલ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો