રવિવાર, 17 નવેમ્બર, 2024

છે કેટલું વસમું તને ભૂલી જવું.



 આમ અમસ્તું આંસુઓનું,  આંખોમાં ઝૂલી જવું,
ખબર ના હતી દિલને, છે કેટલું વસમું તને ભૂલી જવું.

તારા વગર શબ્દો મૌન, અને  લાગણીઓ અજાણ,
ફરી ફરી ને તારી યાદમાં  દિલ નું હલી જવું,

આમ અમસ્તું આંસુઓનું,  આંખોમાં ઝૂલી જવું,
ખબર ના હતી દિલને,
છે કેટલું વસમું તને ભૂલી જવું.

જે વાદળો  માં વીજળી જેવી, ચમકે તારા સ્મિતથી,
જાણે  જાણીતો આખા જગત નો , થયો હું તારી પ્રીતથી,
છે રંગીન તારા સપના, આમ અમસ્તું કયારેક મળી જવું
એક ક્ષણનો કિનારો પછી , દિલના દરિયામાં ડૂબી જવું.

આમ અમસ્તું આંસુઓનું, આંખોમાં ઝૂલી જવું,
ખબર ના હતી દિલને, છે કેટલું વસમું તને ભૂલી જવું.

એકલતા માં તારી છબી, આંખોમાં રમતી રહે છે,
મનમાં એવી ઊર્મિઓ,તારી યાદોમાં ઉમળતી રહે છે,
ક્યારેક લઉં હું શ્વાસ તો પણ, તારા નામની મહેકનું  ભરી જવું,
તું આવીશ આશ માં, વેરાન રણમાં ફૂલ નું ખીલી જવું.

આમ અમસ્તું આંસુઓનું, આંખોમાં ઝૂલી જવું,
ખબર ના હતી દિલને, છે કેટલું વસમું તને ભૂલી જવું.


આંખો પણ કહે છે ક્યારેક, તમે ક્યાંય નહીં ભૂલાયા છે.
જાણે તમારી પ્રતિક્ષામાં, સઘળા દિવસો ગુમાવ્યા  છે.
"
ચાંદ"સાથે વિતેલી પળો થી , યાદોના  સાગરમા ડૂબી જવું,
ક્યારેક તું આવીશ એવા પગરવ થી, રોજ હૃદય નું  હલી જવું,

આમ અમસ્તું આંસુઓનું, આંખોમાં ઝૂલી જવું,
ખબર ના હતી દિલને, છે કેટલું વસમું તને ભૂલી જવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો