રવિવાર, 8 ડિસેમ્બર, 2024

કનૈયા કેરો રંગ

 


મને ચડ્યો કનૈયા કેરો રંગ,

દુનિયા બધી રંગબેરંગી લાગે,

કે નાચું હું ભૂલી બધાજ ઢંગ,

જયારે માધવ ની મોરલી વાગે।


એના પગલાંની રેખા મને માર્ગ બતાવે,

મારા મનમાં આશાના દીપ જલાવે,

જયારે સાંભળું, તેની મીઠી મોરલીના સૂર 

મારું અંતર પણ મોહનના  ગીત ગાવે।


મને ચડ્યો કનૈયા કેરો રંગ,

દુનિયા બધી રંગબેરંગી લાગે,

કે નાચું હું ભૂલી બધાજ ઢંગ,

જયારે માધવ ની મોરલી વાગે।


ગોકુલના ગલીઓમાં ગોપીઓ રાસ રમે,

કાનુડા તારી લીલાઓ મારા મનને મોહે,

મુખે કૃષ્ણ નું નામ આવે વારંવાર ,

મારા શ્વાસને પણ ગોપાલની માયા લાગે।


મને ચડ્યો કનૈયા કેરો રંગ,

દુનિયા બધી રંગબેરંગી લાગે,

કે નાચું હું ભૂલી બધાજ ઢંગ,

જયારે માધવ ની મોરલી વાગે।


શ્યામ સંગે મારી દુનિયા રમતી લાગે,

મારી લાગણી ઓને જાણે પાંખો આવે,

હવે જીવનમાં બસ ગોવિંદ કેરો રંગ,

ફક્ત તેની મોરલીએ ભક્તિના સુર લાગે।


મને ચડ્યો કનૈયા કેરો રંગ,

દુનિયા બધી રંગબેરંગી લાગે,

કે નાચું હું ભૂલી બધાજ ઢંગ,

જયારે માધવ ની મોરલી વાગે।

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો