બુધવાર, 2 ઑક્ટોબર, 2024

મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી

 


મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી,
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |

વરસાદ માં કાગ ની નાવડી બનાવવાની,
ચોમાસા મા નદીને કુવા મા નાહવાની,
વાડીએ આંબલી પીપલી રમવાની,
બીજા ની વાડીએ ફળ ખાવાની મઝા કંઈક અલગ હતી,
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |

નટ્ટા ના જીવસટ્ટા ખેલ જોવાની,
વ્યાસમંડળીના ડાગલા ને જોઈ હસવાની,
પ્રસંગોમા ઘેર ઘેર છાસ  ઉઘરાવાની,
લાઈનમા બેસાડી પંગતમા પીરસવાની મઝા કંઈક અલગ હતી,
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |

અગાશી પર ઝુપડી બનાવીને વાંચવાની,
એકજ ખિતિયે ઘણો સામાન ટીંગાડવાની
બીજા ના ઘરે ટીવી માં સિરિયલ જોવાની
ક્યારેક વિડીયો લાવી ફિલ્મ જોવાની મઝા કંઈક અલગ હતી,
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |


વેકેશન માં મામા માશી ની ઘેર જવાની,
સરખી ઉમર ના મિત્રો સાથે રખડવાની,
દાદીએ કહેલ વાર્તા સાંભળવાની,
દાદાને ખંભે બેસીને નિશાળે જવાની મઝા કંઈક અલગ હતી,
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |


હોળી ની રાતે નારીયેલ રમવાની,
ધુળેટી માં મિત્રોને કલરથી રંગવાની,
રાંધણ છઠ ના દિવસે ખાંડ ધોવાની,
જન્માષ્ટમીમા રાસ રમી મટકી ફોડવાની મઝા કંઈક અલગ હતી,
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |

નવરાત્રીના નવ દિવસ માંના ગરબા ગાવાની
દશમના દિવસે જલેબી ને સાટા ખાવાની,
ચાંદદિવાળી ની રાતે ફટાકડા ફોડવાની
નવા વર્ષે દુકાનદાર પાસે કેલેન્ડર માંગવાની મઝા કંઈક અલગ હતી
મારા ગામડા ના બચપણની મઝા કંઈક અલગ હતી |

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો