તારા વગર મારું દિલ ,
તારી યાદમાં રહે તરસ્યું,
સંજીવની છે તારી યાદ ,
વાદલડી બની ને વરસ્યું |
તારા નયન મ્હારું અંધકાર ,
તારા હોંઠ પર મારો સંસાર ,
તારું ર્હદય ને મારો
ધબકાર ,
તારો હરેક બોલ ને મારો
પડકાર |
તારા વગર મારું દિલ ,
તારી યાદમાં રહે તરસ્યું,
સંજીવની છે તારી યાદ ,
વાદલડી બની ને વરસ્યું |
એની ખામોશીમાં , ગુંજતું એક ગીત,
જે તું ગાય છે , મારા પ્રેમની પ્રીત।
આંખોમાં તારી , દેખાય મને હમેશ,
હું જીવતો છું ફક્ત ,
તારું જ સ્વપ્ન સિચિત।
તારા વગર મારું દિલ ,
તારી યાદમાં રહે તરસ્યું,
સંજીવની છે તારી યાદ ,
વાદલડી બની ને વરસ્યું |
“ચાંદ”મારી રાતોને તારી જ આસ ,
તું નથી તો પણ તું મારું
શ્વાસ ,
જે તું મારામાં છે તે
માટે તું ખાસ ,
પણ તું નથી છતાં દિલને
લાગે તું પાસ |
તારા વગર મારું દિલ ,
તારી યાદમાં રહે તરસ્યું,
સંજીવની છે તારી યાદ ,
વાદલડી બની ને વરસ્યું |
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો