ક્યારેક તડકો તો ક્યારેક છાંયો, આ જીવનનું ગીત છે,
ક્યારેક હાસ્ય અને ક્યારેક આંસુ, આ જીવનની રીત છે।
ક્યારેક લાવશે પાણીમા તરંગો, તો ક્યારેક છે પવનનો વાયરો,
ક્યારેક મોજું અને ક્યારેક શાંતિ,
આ દરિયા ની રીત છે
ક્યારેક છે બેસવું, તો ક્યારેક ઉઠવું, આ સમયની પ્રકૃતિ છે,
ક્યારેક ગુમાવવું, તો ક્યારેક પામવું, આ દિલની સંવેદના છે।
ક્યારેક મળે છે ભીડો, તો ક્યારેક હોય છે રસ્તા ખાલી,
ક્યારેક છે મંજિલ, તો ક્યારેક છે થોડી દુરી, આ પૃથ્વીમા નિત છે ।
ક્યારેક તડકો તો
ક્યારેક છાંયો, આ જીવનનું ગીત છે,
ક્યારેક હાસ્ય અને ક્યારેક આંસુ, આ જીવનની રીત છે।
ક્યારેક છે તફાવત, તો ક્યારેક છે એકરૂપતા, ગણિત નો હિસાબ છે
ક્યારેક છે વિરહ, તો ક્યારેક છે સંવેદના, આતો પ્રેમ ના ચિહન છે,
“ચાંદ”ક્યારેક છે કોઈ સાચું, તો ક્યારેક હોય છે ઝુઠાણું।
ક્યારેક છે હંસવું, તો ક્યારેક છે આંસુ, આ જીવનની પ્રીત છે।
ક્યારેક તડકો તો ક્યારેક છાંયો, આ જીવનનું ગીત છે,
ક્યારેક હાસ્ય અને ક્યારેક આંસુ, આ જીવનની રીત છે।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો