કાનુડો રમે રાસ રે, ગોકુલ નગરીમા,
રાધા સંગ ગોપી રે, ખુશી ભરી ભવરીમા।
હાથમા છે વાંસળી રે, મીઠી મીઠી ધૂન વાગે,
ગોપીઓની મહેફિલમાં રે, સૌના દિલને લાગે।
કાનુડો રમે રાસ રે, ગોકુલ નગરીમા,
રાધા સંગ ગોપી રે, ખુશી ભરી ભવરીમા।
મટકી ફોડી માખણ ચાખે, મસ્ત મલંગ છે,
જસોદા નો જાયો રે, પ્રેમનો પ્રિયંકર છે।
કાનુડો રમે રાસ રે, ગોકુલ નગરીમા,
રાધા સંગ ગોપી રે, ખુશી ભરી ભવરીમા।
મોરપીંછ વડે શણગારું, શ્યામલ રંગ માણે,
મીરા ના મોહક મોહન રે, રંગીલા રીતે ચાલે।
કાનુડો રમે રાસ રે, ગોકુલ નગરીમા,
રાધા સંગ ગોપી રે, ખુશી ભરી ભવરીમા।
“ચંદ્ર” કેવો શરમાય રે, મોહન ના તેજ મુખ પર,
શણગારે તુલસી ના મણકાથી રે, કરતલ ની ધૂન પર।
કાનુડો રમે રાસ રે, ગોકુલ નગરીમા,
રાધા સંગ ગોપી રે, ખુશી ભરી ભવરીમા।

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો